અરવલ્લી જીલ્લાની " DISHA" ( ડીસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી) ની બેઠક મોડાસા ખાતે યોજાઈ . 

બેઠકમાં અરવલ્લી જિલ્લાના વિકાસને વેગ આપતી યોજના અને કામગીરીની સમિક્ષા કરવામાં આવી

જિલ્લાના વિકાસને લગતા પ્રશ્નોની સમિક્ષા કરી તેના યોગ્ય નીકળતા અધિકારી શ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. સરકાર શ્રીની વિવિધ યોજનાનો લાભ મહત્તમ લોકો મેળવે તે માટે પ્રચાર કરવા જીલ્લાની ચૂંટાયેલી પાંખને પણ વિનંતિ કરવામાં આવી.

બેઠકમાં નગરપાલિકા પ્રમુખશ્રી જલ્પાબેન ભાવસાર , બાયડ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા , ભિલોડા ધારાસભ્યશ્રી પી.સી. બરંડા, ક્લેક્ટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધકારીશ્રી કમલ શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટરશ્રી રાજેશ કૂચારા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં...