છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા ની એકમાત્ર નામાંકિત "સનરાઈઝ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પતંગોત્સવ-૨૦૨૩"નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

            પાવીજેતપુર તાલુકાની સનરાઇઝ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં આજરોજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એક અનોખો નવતર પ્રયોગ કરવામાં આવ્યો. મકરસંક્રાંતિ નો પર્વ દરેક માટે ખૂબ જ આનંદ પ્રિય ત્યોહાર છે ત્યારે આ તહેવારની સાથે સાથે સનરાઈઝ ઇંગ્લીશ મીડીયમ શાળા દ્વારા લોકોને જાગૃતિ માટેનો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો, પતંગ ચગાવવાની સાથે સાથે પતંગ ઉપર સંદેશો લખવામાં આવ્યો આ સંદેશાઓથી લોકો જાગૃત બને તે હેતુસર શાળાના આચાર્ય શ્રી કુણાલભાઈ શાહ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં સૌ શાળાના ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોની હાજરીમાં આ કાર્યક્રમને પૂર્ણાહુતિ આપવામાં આવી.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જે સંદેશો પહોંચાડવાનો છે તે સંદેશાઓ નીચે મુજબ હતા.

# ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં.

# દોરાથી પતંગ કાપો પક્ષીઓની પાંખો નહીં.

# વિચારો જો આપને પક્ષીઓ હોતા તો. 

# આપની મજા મૂંગા પક્ષીઓને સજા

# દ્વિ ચક્રીય વાહન ચાલકો ગળા પર મફલર બાંધીને વાહન ચલાવે.

# દ્રી ચક્રીય વાહન ચાલકો પોતાના બાળકને આગળ ન બેસાડતા પાછળ બેસાડે અને સેફટી માટે તારથી કોડન કરી દે.