અમીરગઢ આબુ હાઇવે પર ઢોલિયા પાટિયા નજીક પી.વી.સી. પાઈપ ભરેલ આઈસર ટ્રક પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમા ઢોલિયા પાટિયા નજીક ટ્રક ચાલક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે ટકરાતા રોડ વચ્ચે પલ્ટી મારતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પાલનપુર આબુ હાઇવે ઉપર અમીરગઢના ઢોલીયા પાટીયા નજીક એક ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક ચાલક સુરતથી પી.વી.સી. પાઇપો ભરીને જોધપુર તરફ જતા અમીરગઢ ઢોલિયા પાટિયા નજીક ટ્રક ચાલકે અચાનક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઇડર સાથે ટકરાઈ રોડ વચ્ચે પલ્ટી ખાઈ ગઈ હતી. ટ્રકમાં ભરેલ પી.વી.સી. પાઇપો રોડ વચ્ચે પથરાઇ ગઈ હતી. જેના કારણે નેશનલ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. બનાવની જાણ અમીરગઢ પોલીસને થતા અમીરગઢ અને એલ એન્ડ ટી વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી. સદનસીબે અકસ્માતમાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.