પાવીજેતપુર એમ.સી. રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં બાળકો વર્તમાન સમયમાં ચાલી રહેલા ક્રાઈમ અંગે સજાગ થાય તે હેતુસર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ લોક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

         સુરક્ષા સેતુ સોસાયટી અને સાયબર ક્રાઇમ સેલ છોટાઉદેપુર જિલ્લા પોલીસ તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન વડોદરા રેન્જના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઇમ લોક જાગૃતિ કાર્યક્રમના ભાગ રૂપે પાવીજેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી એમ.સી. રાઠવા આર્ટ્સ,સાયન્સ કોલેજ, પાવીજેતપુરમાં સાયબર ક્રાઈમથી કેવી રીતે બચવુ અને સાયબર ક્રાઈમ અટકાવવા બાબતે પ્રચાર પ્રસાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ૩૫૦ થી ૪૦૦ જેટલા વિધાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવી લાભ લીધો હતો.

           આ કાર્યક્રમમા જણાવવામાં આવ્યું કે સાયબર ક્રાઇમ નો ભોગ બનાનાર કોઈ પણ વ્યક્તિ એ સૌ પ્રથમ સાયબર ક્રાઇમ નો ટોલ ફ્રી નંબર ૧૯૩૦ પર ફોન કરવાનો રહેશે જેથી કરીને સાયબર ક્રાઇમ ટીમ તમારી ઓનલાઇન ફરિયાદ નોંધી તેના પર કાર્યવાહી કરશે. સાયબર ક્રાઇમ ફાઇનાન્સિયલ ફ્રોડ અંગે જણાવ્યું હતું કે આવા ફ્રોડ મા આપણે આપણા મોબાઈલ મા આવતા OTP સામાવાળાને આપી દેતા હોઈએ છીએ જેથી કરી ને આપણાં ખાતા માંથી નાણાં સામાવાળા ના ખાતામા જતા રહે છે જેથી કરી ને કોઈ પણ અજાણ્યા માણસને આપણે OTP આપવો નહી અને કોઈ પણ બેન્ક તમારી જોડે આવા OTP માગતી નથી તો સાવચેત રહો અને સતર્ક રહો અને તમારો OTP કોઈ જોડે શેર કરવો નહિ.

            સોશિયલ મીડિયા સંબંધિત ફ્રોડ બાબતે જણાવવાનું કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવી સોશિયલ મીડિયા સાઈટ પર આવતી કોઈ અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ આપડે સ્વીકારવાની નથી. આવી અજાણી વ્યક્તિઓ તમને વિડિઓ કોલ કરી તમારો વિડિઓ રેકોર્ડ કરી તમારો બિભત્સ વિડિઓ બનાવી તમારી પાસે પૈસાની માગણી કરશે અને તમે પૈસા નહી આપો તો એ તમારા પરિવાર ના સભ્યો ને અથવા તમારા ફ્રેન્ડને વિડિઓ મોકલાવશે જેથી કરી તમે પૈસા આપવા મજબુર થઇ જાઓ.

         આવા તમામ પ્રકારના સાયબર ક્રાઇમ નો જો કોઈ પણ વ્યક્તિ ભોગ બનેલ હોય તો સાયબર ક્રાઇમના ટોલ ફી નંબર પર જાણ કરશો અને આપણા છોટાઉદેપુર જિલ્લા ખાતે સાયબર ક્રાઇમ સેલ ની ઓફિસથી તમારી ફરિયાદ ને લાગતી જાણકારી પણ મેળવી શકો છો.

           સાયબર ક્રાઇમ થી બચવા જરૂર હોય તે સમયે જ તમારા મોબાઈલમા નેટ ચાલુ રાખો, તમારા મોબાઈલના પાસાવર્ડ સમયાંતરે બદલાતા રહો, સોશિયલ મીડિયા ના પણ પાસવર્ડ પણ સમયાંતરે બદલાતા રહો અને અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ ના સ્વીકારો તથા પાસવર્ડ સ્ટ્રોંગ રાખો જેથી કરીને આસાનીથી હેક ના થઇ શકે, તમારો OTP (one time password) કોઈની જોડે શેર ના કરો આટલું કરવાથી સાયબર ક્રાઇમથી બચી શકાય છે.

         આમ, પાવીજેતપુર શ્રી એમ સી રાઠવા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં સાયબર ક્રાઇમ લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.