વાસણાના ઈસમને ખેડબ્રહ્મા કોર્ટ ઘ્વા૨ા બે વર્ષની સજા તથા 1.50 લાખનો દંડ

 ખેડબ્રહ્મા તાલુકાના વાસણા ગામના ઇસમે ગામના જ વ્યક્તિ પાસેથી હાથ ઉછીની રકમ લઇ પરત ના કરતા ખેડબ્રહ્મા કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટ 2 વર્ષની સજા અને દંડ ફટકાર્યા હતો. 

ખેડબ્રહ્મા તાલુકાના વાસણા ગામના રાવલ પ્રીતુલકુમાર વેપાર કરે છે ગામના જ મનોજભાઈ બાબુભાઈ ઠાકરડાને મિત્રતાના સબંધોના નાતે 1.50 લાખ હાથ ઉછીના આપેલા સદર રકમના અવેજ પેટે મનોજભાઇર પોતાનો ચેક આપેલ હતો જે ચેક પાકતી તારીખે ખાતામાં ભરતાં ચેક અપુરતા ભંડોળના કારણે સ્વિકારાયા વિના પરત ફરતા પ્રિતુલભાઈએ એડી.ચીફ જયુ.મેજી. ખેડબ્રહ્મા કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ જે કેસ કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી ત૨ફેના એડવોકેટ નરેન્દ્રસિંહ જી. ચાવડાની દલીલોને ધ્યાને રાખી ખેડબ્રહ્મા એડી.ચીફ જયુ.મેજી. કે.સી.મંઘાણીએ મનોજભાઈ ઠાકરડાને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ બે વર્ષની સાદી કેદની સજા અને રૂ. 1.50 લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ ચાર માસની સાદી કેદની સજા ક૨વાનો હુકમ કરવામાં આવેલ છે