ડીજે એન મહેતા હાઈસ્કૂલ અને ભારત વિકાસ પરિષદ ડીસા શાખા દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિ ની ઉજવણી જુનાડીસા ખાતે કરવામાં આવી હતી. અંતર્ગત શાળામાં સ્વામી વિવેકાનંદ જીવન દર્શન આ વિષય પર વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં પ્રથમ નંબર ડાભી દ્રષ્ટિ.એ., દ્વિતીય નંબર જોશી હિમાની એસ તેમજ તૃતીય નંબર ઠાકોર જ્યોતિ વી એ પ્રાપ્ત કરીને શાળાનું‌‌ ગૌરવ વધારેલ છે તમામ વિદ્યાર્થીઓને ભારત વિકાસ પરિષદ દ્વારા ઇનામ અને શાળા દ્વારા પ્રમાણપત્ર કરવામાં આવ્યા હતા. 

     કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના જયેશભાઈ દેસાઈ, નાથાલાલ બ્રહ્મ ક્ષત્રિય અને દિપકભાઈ માધવાણી હાજર રહ્યા હતા. આચાર્યશ્રી પીવી મહેતા સાહેબે કાર્યક્રમની આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર મહેન્દ્રભાઈ લીંબાચીયા એ કર્યું હતું.   

પત્રકાર લતીફ સુમરા