તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૩ મંગળવારના રોજ હારીજ નાઈ સમાજ ની વાડી ખાતે શ્રી વઢીયાર જુથ સાત પરગણા નાઈ સમાજની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વઢીયાર સમાજના સાતેય પરગણા ના પ્રમુખો ,મંત્રીઓ અને ટ્રસ્ટીઓ તથા બહોળી સંખ્યામાં સમાજ ના લોકો હાજર રહ્યા હતા. આ મીટીંગ માં સમાજ માં સુધારણા માટેના ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને સમાજ ના કુરિવાજો નાબૂદ કરવા શિક્ષણનો વ્યાપ વધે તેમજ હારીજ મુકામે નાઈ સમાજની વાડીનો વિકાસ થાય એ માટે ચર્ચા કરી હતી. વાડીમાં મેઈન ગેટ બને, મોટો એસી હોલ બે એક્સ્ટ્રા રૂમ તથા અન્ય સુવિધાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના ભોજન દાતા સમી વિભાગ ના પ્રમુખ બાબુભાઈ સોમાભાઈ વરાણા બન્યા હતા..