આદર્શ વિદ્યાસંકુલ ડીસામાં ત્રિ-દિવસીય વ્યાખ્યાન માળા અંતગર્ત બીજા દિવસે સુંદર આયોજન કરાયું ઉપસ્થિત મહાનુભાવોનું કરાયું વિશેષ સ્વાગત સાથે સન્માન..

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રી આદર્શ વિદ્યા સંકુલ ડીસામાં ત્રિ-દિવસીય વ્યાખ્યામાળાનું આયોજન શાળાના પ્રાર્થનાખંડમાં કરવામાં આવ્યું છે જેમાં ઉચ્ચ કોટિના વક્તાઓ દ્વારા વિવિધ વિષયો આધારીત ખૂબ જ સુંદર રીતે વક્તવ્ય આપવામાં આવી રહ્યા છે.જેમાં વ્યાખ્યાનમાળાના પ્રથમ દિવસે સોમવારે સાંજે ૭:૩૦ કલાકે "સાહિત્ય સમાજ અને નાગરિક ધર્મ" વિષય ઉપર કવિ,વાર્તાકાર,નવલકથાકાર,વિવેચક,સંપાદક અને કુમારચંદ્રક,દલપતરામ એવોર્ડ વિજેતા કોલમ લેખન શ્રી હર્ષદભાઈ ત્રિવેદી પોતાનું વક્તવ્ય આપ્યું હતું અને પ્રથમ દિવસના અધ્યક્ષ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભરતદાન બી.ગઢવી ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આજે બીજા દિવસે મંગળવારે સાંજે ૭:૩૦ કલાકે ત્રણ વરદાન વિષય ઉપર પર્યાવરણ ઇજનેર,નિષ્ણાત અને કેનેડામાં ટેકનોલોજી કોલેજના પ્રોફેસર ડૉ. જગદીશભાઈ બારોટ ઉપસ્થિત રહીને વક્તવ્ય આપ્યું હતું અને બીજા દિવસના અધ્યક્ષ તરીકે નિવૃત ફોરેસ્ટ અધિકારી શ્રી અને રઘુવંશી લોહાણા સમાજના આગેવાન ભગવાનભાઈ ઠક્કર (બંધુ) ઉપસ્થિત રહ્યા હતાં ત્યારે બંને મહાનુભાવોનું શાલ ઓઢાડીને આદર્શ સંસ્કાર મંડળ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે ત્રીજા દિવસે તારીખ:૧૧/૧/૨૩ બુધવારે સાંજે ૭:૩૦ કલાકે ""ગુજરાતનો ભૂલાયેલો ઇતિહાસ " વિષય ઉપર પત્રકાર,મધ્યપ્રદેશ સૂચના આયુક્ત શ્રી વિજય મનોહર તિવારી વક્તવ્ય આપશે.ત્રીજા દિવસના અધ્યક્ષ રજીસ્ટ્રાર,હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના ડૉ. રોહિતભાઈ દેસાઈ ઉપસ્થિત રહેશે દર વર્ષની જેમ આ વર્ષે પણ વ્યાખ્યાનમાળાના સૌજન્ય શ્રી સુરેશભાઈ શાંતિલાલ કોઠારી છે. સંસ્કાર મંડળ અને શાળા કક્ષાએથી આ ત્રિદિવસીય વ્યાખ્યાનમાળાનું સુંદર આયોજન થયું છે. સૌને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.