જસદણના ભાડલા ગામે ગુજરાત પોલીસ વ્યાજ વટાવ રજૂઆત બાબતે લોક દરબાર યોજાયો વ્યાજખોરોના ત્રાસ માંથી લોકોને મુક્ત કરાવવા અંગે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહેલ હોય, જે અંતર્ગત શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ, પોલીસ અધિક્ષાક, રાજકોટ ગ્રામ્ય નાઓની સુચનાથી તથા શ્રી કે.જી. ઝાલા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબારનુ આયોજન કરવામાં આવેલ જેમા શ્રી એલ.આર. ગોહીલ સાહેબ, સર્કલ પોલીસ ઇન્સપેકટર, જસદણ નાઓના અધ્યક્ષ સ્થાને તથા ભાડલા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. શ્રી આર.એસ. સાનીયા, ભાશા પો.સ્ટેના પોલીસ કર્મચારીઓ તથા શ્રી મનસુખભાઇ સાકરીયા, સદસ્ય જીલ્લા પંચાયત રાજકોટ, શ્રી અરવિંદભાઇ ડોબરીયા, સરપંચ-ભાડલા ગ્રામ પંચાયત, શ્રી મુકેશભાઇ મેર, આગેવાન- શૈક્ષણિક સંકુલ- બૌધરાવદર, શ્રી ધુડાભાઇ રાઠોડ, અનુજાતી આગેવાન- ભાડવા વિસ્તાર તથા ભાડલા પોરી. વિસ્તારના નાગરીકો મળી આશરે ૫૦ જેટલા લોકો હાજર રહેલ જેઓને વ્યાજખોરોના કર તથા ભય વગર વ્યાજખોરો સામે ફરીયાદ કરવા અપીલ કરવામાં આવેલ જેમા કોઇ દ્વારા રજૂઆત ન હોવાનુ જણાતા, કોઇ લોકોને ખાનગીમાં ફરીયાદ કરવી હોય કે આ વ્યાજખોરો અંગે માહીતી આપવા માંગતા હોય તો તેઓએ કોઇ પણ પ્રકારના ડર, ભય કે દબાણ વગર વિના સંકોચે પોલીસ સ્ટેશન આવી ફરીયાદ તથા માહીતી આપવા અપીલ કરવામા આવેલ છે.