બનાસકાંઠામાં ડીસા-પાટણ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મોડી રાત્રે આસેડા પાસેથી પસાર થઈ રહેલી કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર જાડીમાં ઘૂસી જતા ચાલક સહિત બે લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા-પાટણ હાઇવે પર આજે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં મોડી રાત્રે દેકાવાડા ગામના રહેવાસી જનકસિંહ સોલંકી અને ભરતભાઈ સોલંકી કાર લઈને આસેડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ફંગોળાઈ ગઈ હતી. રોડની સાઈડમાં આવેલા જાડીમાં જઈ ઝાડ સાથે ટકરાતા અકસ્માતમાં કાર ચાલક સહિત બંને લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

હાઈવે પર અકસ્માત થયો હોવાની જાણ થતા જ આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. જ્યારે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બંને લોકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતના કારણે કાર માલિકને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.