ઉત્તરાયણ પર્વે ચાઈનીઝ દોરી તથા તુક્કલથી પશુ -પક્ષીઓ તથા માનવને થતાં નુકસાન જાગૃતિ માટે
ચિઠોડામાં શાળાના બાળકો અને વન વિભાગના કા છે કરુણ અભિયાન અંતર્ગત રેલી યોજાઇ
ચિઠોડામાં આજે કરુણ અભિયાન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી.આગામી ઉત્તરાયણ પર્વે ચાઈનીઝ દોરી તથા તુક્કલથી પશુ -પક્ષીઓ તથા માનવને થતાં નુકસાનને રોકવા માટે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર આ રેલી યોજવામાં આવી હતી.
ચિઠોડાની સેવા વિદ્યાલય ના વિદ્યાર્થીઓ તેમજ વિજયનગર નોર્મલ રેન્જના સંયુક્ત ઉપક્રમે નીકળેલી આ રેલીમાં શાળાના બાળકો,શિક્ષકો અને વન વિભાગના અધિકારી .આર.મકવાણા, એમ.વી.ડામોર વનપાલ તથા વનરક્ષકો અને વિસ્તરણ રેંજનો ફોરેસ્ટ સ્ટાફ વગરે પણ જોડાયા હતા .
આ રેલી ચિઠોડા બજારમાં થઇને બજારમાં ભ્રમણ કરવા દરમિયાન બજારમાં આવેલ જુદી જુદી પતંગની દુકાનોમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના જથ્થાનું ચેકીંગ પણ કરવામાં આવ્યું હતું અને ચાઈનીઝ, કાચથી પાયેલી દોરી તેમજ તુક્કલ ઉપયોગ ન કરવા, ફટાકડા નહી ફોડવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
પતંગ પણ વહેલી સવારે ૬:૦૦ થી ૯:૦૦ અને સાંજે ૫:૦૦ થી ૭:૦૦ ના સમયે પતંગ ન ચગાવવા સલાહ આપવામા આવી હતી..ઘાયલ પશુ, પક્ષીઓને વહીવટી તંત્રને જાણ કરી નિર્ધારીત પશુ સારવાર કેન્દ્ર ઉપર સારવાર કેન્દ્ર પહોચાડવા પણ સલાહ આપાઈ હતી..