આ અંગે જાણવા મળતી વિગત એવી છે કે , થોડા સમય પહેલા સિંહની પાછળ જે.સી.બી . ગાડી દોડાવી સિંહની પજવણી કરતા હોય અને સિંહ ને મારણ પરથી હટાવતા હોય તેવો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો .
જેથી જાફરાબાદના આર.એફ.ઓ. જી . એલ . વાધેલા અને તેમની ટીમ દ્વારા સધન તપાસ કરવામાં આવતા,
સદરહું બનાવ જાફરાબાદ તાલુકાના જાફરાબાદ બીટમાં આવેલા લુણસાપુર ગામે રેવન્યુ વિસ્તારમાં
આ ગુન્હાના કામે પકડાયેલ આરોપીઓ.
( ૧ ) મનોજભાઈ જોધાભાઈ વંશ ( ૨ ) શુભમ ભગેલુ પ્રજાપતી
( ૩ ) રાના માનીક કાલીતાએ
આ ગુન્હો કરેલ હોય, જેથી તેઓની અટક કરેલ અને આરોપી વિરૂધ્ધ વાઈલ્ડ લાઈફ એકટની વિવીધ કલમો હેઠળ ગુન્હો નોંધી, આરોપીની અટક કરીને જાફરબાદના . પ્રિન્સી . જયુડી . મેજી . અભિષેક સાહુની કોટૅમાં આરોપીને રજુ કરેલ .
જેમાં આરોપીએ . કોટૅ સમક્ષ જામીન અરજી કરેલ . જે જામીન અરજીનો વિરોધ કરતા એ.પી.પી. શ્રી ડી.બી. ગાંધી એ જણાવેલ કે આરોપીએ લુણસાપુર ગામે રેવન્યુ વિસ્તારમાં સિંહની પાછળ પાછળ જે.સી.બી. ગાડી દોડાવીને સિંહની પજવણી કરેલ છે . અને તેને મારણથી દુર કરેલ છે . અને તેનોવિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ પણ કરેલ છે . સિંહ શેડયુલ – ૧ મુજબનું આરક્ષીત પ્રાણી છે . સિંહનું સંવર્ધન કરવા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયા વાપરવામાં આવે છે . વાઈલ્ડ લાઈફ એકટ – ૧૯૭૨ મુજબ સિંહની પજવણી કરવી પણ તેના શિકાર સમાન છે, અને આવી વ્યકિતને જામીન આપવામાં આવે તો. ભવિષ્યમાં આવા બનાવ વધુ પ્રમાણમાં બને તેમ હોય, અને જામીન આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જાય તેમ હોય, જેથી જામીન આપી શકાય નહી . સરકાર પક્ષે ઉપરોકત દલીલોને માન્ય રાખીને આરોપીના જામીન ફગાવી દિધેલ અને આરોપીઓને જેલમાં મોકલી આપેલ .
વધુમાં જાફરાબાદ આર.એફ.ઓ. જી . એલ . વાધેલા અને તેની ટીમ દ્વારા ગુન્હામાં વપરાયેલ જે.સી.બી. તેમજ મોબાઈલ પણ કબજે કરેલ . ઉપરોકત કામે સરકાર પક્ષે એ . પી . પી . શ્રી ડી . બી . ગાંધી રોકાયેલ હતા .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.