મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ, સાહેબ રાજકોટ વિભાગ –રાજકોટ તેમજ શ્રી નિતેશ પાંડેય સાહેબ, પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી પી.સી.સીંગરખીયા ઇન્ચા.પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકાનાઓને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.

 

જે અનુસંધાને આજરોજ તા.૧૧/૦૧/૨૦૨૩ ના એ.એસ.આઇ. અશોકભાઇ રાણાભાઇ સવાણી તથા પોલીસ હેડ કોન્સટેબલ જીવાભાઇ કરણાભાઇ ગોજીયા, જગદિશભાઇ વજશીભાઇ કરમુર એ રીતેના એસ.ઓ.જી. સ્ટાફના માણસો એસ.ઓ.જી. લગત કામગીરી સબબ મિઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. અશોકભાઇ રાણાભાઇ સવાણી તથા પોલીસ હેડ કોન્સ. જિવાભાઇ કરણાભાઇ ગોજીયાને ખાનગીરાહે વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકિકત મળેલ કે, મિઠાપુરના આરંભડામાં આવેલ ગાયત્રી નગર વિસ્તારમાં રહેતો નજીર અદ્રેમાન થૈયમ નામ વાળો ઇસમ પ્રતિબંધીત ચાઇનીઝ દોરાના ફિરકાનું વેચાણ કરે છે હાલ તેની પાસે ચાઇનીઝ દોરીના ફિરકા છે અને તેના ધર પાસે ઉભો છે આમ, હકીકત મળતા તુરત જ જરૂરી કાર્યવાહી કરી મળેલ હકીકત મુજબ તપાસ કરતા એક ઇસમ શંકાસ્પદ મુદ્દામાલ સાથે મળી આવેલ તેનુ નામ-ઠામ પુછતા પોતે પોતાનુ નામ નજીર અદ્રેમાન થયમ જાતે.મુસ્લીમ ઉ.વ.૨૧ ધંધો. માછીમારી રહે. આરંભડા, ગાયત્રીનગર, આંખની હોસ્પીટલની બાજુમાં, મિઠાપુર તા.ઓખામંડળ, જિ.દેવભૂમિ દ્વારકા વાળો હોવાનુ જણાવેલ મજકુર ઈસમની અંગ ઝડતી દરમ્યાન તેના કબ્જામાંથી કુલ નં.-૩૯ કિ.રૂ.૭૮૦૦/- ના પ્રતીબંધીત ચાઇનીઝ દોરીના ફિરકા મળી આવેલ, મજકુર ઇસમે મ્હે.જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરશ્રી જિ.દેવભૂમિ દ્વારકાના જાહેરનામાં ક્રમાંક નં.ડીએમ/ડીસીએચ/ઉતરાયણ/૨૧/૨૦૨૩ તા.૦૨/૦૧/૨૦૨૩નો ભંગ કરી ચાઇનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતીબંધ હોવા છતા વેચાણ કરતા મળી આવતા, જાહેરનામાંનો ભંગ બદલ તેના વિરૂધ્ધમાં આઇ.પી.સી. કલમ ૧૮૮ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી, ધોરણોસર અટક કરી વધુ તપાસ અર્થે મિઠાપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે,

 

પકડાયેલ આરોપી :-

 

(૧) નજીર અદ્રેમાન કૈંયમ જાતે.મુસ્લીમ ઉ.વ.૨૧ ધંધો. માછીમારી રહે. આરંભડા, ગાયત્રીનગર, આંખની હોસ્પીટલની બાજુમાં, મિઠાપુર તા.ઓખામંડળ, જિ.દેવભૂમિ દ્વારકા

 

કામગીરી કરનાર ટીમ :-

 

(૧) શ્રી પી.સી.સીંગરખીયા, ઇન્ચા.પોલીસ ઇન્સપેક્ટર,

 

(૨) શ્રી અશોકભાઇ રાણાભાઇ સવાણી, એ.એસ.આઇ., (૩) શ્રી જિવાભાઇ કરણાભાઇ ગોજીયા, પોલીસ હેડ કોન્સ.

 

(૪) શ્રી જગદીશભાઇ વજશીભાઇ કરમુર, પોલીસ હેડ કોન્સ.