સરકારના અન્યવિભાગોની તુલનામાં. સરકારનો સર્વોત્તમ વિભાગ પોલીસ વિભાગ કહેવાય છે.પ્રજાની ફરિયાદ સાંભળવા પોલીસ હંમેશા તત્પર હોય છે.અન્ય વિભાગો ઉપર પ્રજાની સમસ્યા-હાલાકી દૂર કરવા ધીમીગતિની કામગીરી થતી હોવાના આક્ષેપો થતા હોય છે.ત્યારે પોલીસ ત્વરિત કાયદાકીય કર્મફળ અપાવવા માટે પ્રયત્નશીલ હોય છે. અને એટલેજ સૌથી વધુ આક્ષેપો વચ્ચે પણ પોલીસ પ્રજા ની રખેવાળ અને મિત્ર તરીકે પ્રશ્સનીય ભૂમિકામાં જોવા મળે છે.

               (મેરૂજી પ્રજાપતિ)

ડીસામાં વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં વ્યાજે લીધેલા ૮૪ હજારની રકમ ૩ ટકા વ્યાજ સહિત૧.૨૧ લાખ રૂપિયા પરત આપવા છતાં પણ વ્યાજખોરે ૩૨ લાખ રૂપિયાનો ચેક બેંકમાં ભરી હેરાન કરાતા ડીસા ઉત્તર પોલીસ મથકે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવા પામેલ છે.

ડીસામાં શ્રીજી વિલા સોસાયટીમાં રહેતા અતુલ પુરોહિત ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ૨૦૧૫ માં તેમણે તેમના મિત્રો સાથે એક શોપિંગની જગ્યામાં ભાગીદારી કરતા પૈસાની જરૂર હોઇ તેમના મિત્રના કહેવાથી જલારામ મંદિર પાછળ આવેલા શ્રીજી આર્કેડમાં મનીષ પટેલ પાસેથી ૩ટકાના વ્યાજે હજાર રૂપિયાની રકમ લીધી હતી. જે રકમ બાદમાં તેમણે વ્યાજ સહિત૧,૨૧,૫૦૦ પરત આપી દીધી હતી. તે સમયે અતુલે સિક્યુરિટી પેટે આપેલા ચેક અને પ્રોમિસરી નોટ પરત માંગતા તે નડિયાદ પડ્યા છે તેઓ જશે ત્યારે લાવીને આપી દેશે તેમ કહી ચેક પરત આપ્યા ન હતા અને બાદમાં વ્યાજ મેળવવા માટે મનીષ પટેલ અવાર નવાર અતુલ પાસે ઉઘરાણી કરતા હતા. બાદમાં તેમણે ૩૨ લાખ રૂપિયાનો એક્સિસ બેન્કનો ચેક ભરતા બાઉન્સ થયો હતો. આમ વ્યાજે લીધેલી રકમ પરત આપવા છતાં પણ ખોટી રીતે હેરાન કરતા કંટાળેલા અતુલ પુરોહિતે વ્યાજખોર મનીષ પટેલ સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે વ્યાજખોરો સામે પોલીસે મુહિમ શરૂ કરતાં ડીસામાં પણ બે દિવસમાં વ્યાજખોરી મામલે બે ફરિયાદ નોંધાઈ છે.ઉલ્લેખનીય છે.કે સરકારના અન્યવિભાગોની તુલનામાં. સરકારનો સર્વોત્તમ વિભાગ પોલીસ વિભાગ છે.પ્રજાની ફરિયાદ સાંભળવા પોલીસ હંમેશા તત્પર હોય છે.અન્ય વિભાગો પ્રજાની સમસ્યા-હાલાકી દૂર કરવા ધીમીગતિના આક્ષેપો થતા હોય ત્યારે પોલીસ ત્વરિત કાયદાકીય કર્મફળ અપાવવા માટે પ્રયત્નશીલ હોય છે. અને એટલેજ સૌથી વધુ આક્ષેપો વચ્ચે પણ પોલીસ પ્રજા ની રખેવાળ અને મિત્ર તરીકે પ્રશ્સનીય ભૂમિકામાં જોવા મળે છે.