પિતૃ ઋણ ચુકવતા પઢીયાર (માળી ) બંધુઓ. આજરોજ વખા ગામના વતની અને અમદાવાદ ખાતે વ્યવસાય સ્થિર થયેલા માળી મનુભાઈ પરખાજી અને માળી પ્રવીણભાઈ રાવતાજી એ પોતાના દાદીમા અને પિતાશ્રી નું ઋણ ચૂકવવાનો અનોખો માર્ગ પસંદ કર્યો હતો. આ બન્ને બંધુઓ એ વસ્ત્ર દાન કરીને સદ્દગત આત્માને શ્રદ્ધાંજલિ પાઠવવા નો વિચાર આવતાં પોતાના વતનની યાદ આવતાં ગોળીયા (વખા )તા .દિયોદર ની પ્રાથમિક શાળા ના 150 બાળકો ને સ્વેટર આપી પિતૃ ઋણ અદા કર્યું હતું. આ પ્રસંગે દાતાઓ નો ઉત્સાહ વધારવા પ્રદીપભાઈ શાહ (લાયન્સ ક્લબ, દિયોદર ) ચીનાભાઇ ડાભી (તાલુકા પંચાયત સદસ્ય , દિયોદર ), ઈશ્વરભાઈ માળી (મંત્રી, દૂધ મંડળી, વખા )બદાભાઈ માળી (અધ્યક્ષ S. M. C. )તેમજ શાળાના પ્રિન્સિપાલ બાબુભાઇ પ્રજાપતિ અને સ્ટાફ ગણ હાજર રહેલા. બાળકો એ પણ આ ભેટ સ્વીકારતાં પહેલા સદ્દગત આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.