ખંભાત તાલુકાના રોહિણી ગામે છેલ્લા ૧ મહિનાથી પીવાનું પાણી ન આવતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જેને કારણે પાણી માટે વલખા મારવાનો વારો આવવા છતાંય પાણી ન મળતા આખરે મહિલાઓએ રોહિણી ગ્રામ પંચાયત ખાતે પહોંચી માટલા ફોડી ઘેરાવ કરી વિરોધ કર્યો હતો.અને 'પાણી આપો'ના સુત્રોચ્ચાર સાથે તંત્રના કાન ખુલ્લા કર્યા હતા.હવે જોવું રહ્યું તંત્ર પાણીની સમસ્યા હલ કરવા જાગે છે કે પછી ઊંઘતું જ રહે છે ?
નોંધનીય છે કે, રોહિણી ગામે માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ બનાવતા બે-ત્રણ જગ્યાએ પાઇપ લાઇન તૂટી જતા ૧ મહિનાથી રોહિણીના ગ્રામજનોને પાણી મળતું નથી.એટલુ જ નહીં સદર વિસ્તારની મહિલાઓ બીજે પાણી ભરવા જાય છે ત્યાં તેઓને આભડછેડનો સામનો કરવો પડે છે.
મોડે મોડે ગ્રામ પંચાયતે ઘટતી મંજૂરી મેળવી પાઇપલાઇનની કામગીરી કરી પાણીની સમસ્યાનું નિવારણ કરવા તૈયારી બતાવી છે.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368