ભારતીય કિસાન સંઘ તાલુકા દ્વારા આજરોજ ખેડવા ડેમની સિંચાઈના પ્રશ્નો બાબતે મામલતદારને પત્ર અપાયું ખેડબ્રહ્મા ભારતીય કિસાન સંગ તાલુકાના ખેડૂતો દ્વારા આજરોજ ખેડબ્રહ્મા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ખેડવા ડેમ સિંચાઈનું પિયત નું પૂર્ણ થયા પછી ડેમનું વધારાનું પાણી જે નદીમાં છોડી દેવામાં આવે છે અને ડેમ ખાલી કરવામાં આવે છે જે પાણી છોડવું નહીં અને ડેમ ખાલી ના કરવા તેઓએ લેખિતમાં રજૂઆત કરી હતી તેઓએ કારણ જણાવ્યું હતું કે આવનાર સમયમાં ચોમાસુ કેવું આવે તે નક્કી નથી હોતું અને ખેડવા ડેમ થી ખેડવા થી મટોડા કેનાલનું કામ ચાલુ છે જે છેલ્લા સાત વર્ષની બારસોલ ના સીમાડામાં બંધ પડી રહેલો હોય જે ખેડૂતો તેમજ ખેતીના પાકોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે જે કોન્ટ્રાક્ટર ખેડૂતોના નામના બહાના કાઢી કામ કરતા નથી અને વળતર પણ ચૂકવતા નથી તો સત્વરે આ બાબતે ઘટતું કરવા  ખેડૂતો દ્વારા આજરોજ મોટી સંખ્યામાં હાજર રહી મામલતદાર ખેડબ્રહ્માની આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું