જસદણના આટકોટમાં આવેલ કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં ઇમરજન્સી માં આવેલ કેસ ખૂબ કઠિન અને અલગ પ્રકારનું હતું. દર્દી પેટનો દુખાવો લેટરી ન થવું ઉલટી થવી ગેસ પાસ ન થવો તેવી પ્રકારનો દુખાવો થઈ રહ્યો હતો કે.ડી.પી.હોસ્પિટલના સર્જન ની તપાસ બાદ સિટી સ્કેન કરાવતા એવું જાણવા મળ્યું હતું કે નાના આંતરડાને લોહી પહોંચાડવા ની નસ બ્લોક હોવાના કારણે તાત્કાલિક ઓપરેશન કરવાની ડોક્ટરે સલાહ આપી 48 વર્ષ વ્યક્તિનું નાના આંતરડા ઓપરેશન કરવામાં આવ્યું હતું.ત્રણ કલાક સુધી ઓપરેશન ચાલ્યું

આતરડું ગેંગરીન થવાની ઘટના રેર ગણવામાં આવે છે. જેમાં નાના આંતરડા નું પોતાની અંદર જ કોઈલિંગ થઈને મોટા આંતરડામાં પ્રવેશ થાય છે.કુલ 5 ફૂટનું આંતરડું કાપી નાખવામાં આવ્યું છે આંતરડા નાં ઓપરેશન પછી રૂઝ આવતા 5 દિવસથી ઉપરનો સમય લાગે છે ત્યાં સુધી વ્યક્તિને હોસ્પિટલમાં રાખવામાં આવશે,આ જટિલ સર્જરી માં કે.ડી.પરવાડીયા હોસ્પિટલના જનરલ સર્જન ડો.હિમલ રાઠોડ તેમની ટીમ તેમજ એનેસ્થેટીક ડો.ચંદ્રેશ વોરા તેમજ હોસ્પિટલનાં એડમિનિસ્ટ્રેટર ડો.નવનીત બોદર તેમના આસિસ્ટન્ટની મદદથી વ્યક્તિનું ઓપરશન અતિ આધુનિક સાધનોની મદદથી સફળતા પૂર્વક કરવામાં આવ્યું દર્દીએ આટકોટની કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરાનો આભાર માન્યો હતો.