બનાસકાંઠા એલ.સી.બી. ની ટીમે કુચાવાડા ટોલનાકા પાસે થી ટેમ્પામાં ગુપ્ત ખાનું બનાવી લઈ જવા તો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો..

બે શખ્સોની અટકાયત કરી દારૂ ટેમ્પો મોબાઈલ સહિત 3.05820 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે

 બનાસકાંઠા એલસીબી ની ટીમ રવિવારે ડીસા તાલુકા માં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ખાનગી બાતમી ના આધારે કુચાવાડા ટોલનાકા પાસે એક ટેમ્પોને રોકાવી તેમાં તપાસ કરતા ટેમ્પો માં બનાવેલ ગુપ્ત ખાનામાંથી દારૂની બોટલો મળી આવી હતી એલસીબી ની ટીમે દારૂનો જથ્થો ટેમ્પો સહિત મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમો ની અટકાયત કરી છે

બનાસકાંઠા જિલ્લા પોલીસ વળા અક્ષય રાજ મકવાણા ની સૂચનાથી એલસીબી પીઆઈ એસ ડી ધોબી ના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસ આઇ પી એલ આહીર સ્ટાફના મુકેશભાઈ પરમાર મહેશભાઈ ચૌધરી જોરાવરસિંહ કાનસિંહ સહિતની ટીમ સાથે રવિવારે ડીસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ટેમ્પો નંબર G.j.08.aw.0674 રાજસ્થાનમાંથી દારૂનો જથ્થો ભરી દાંતીવાડા તરફ જઈ રહ્યો છે જેથી તાત્કાલિક એલસીબી ની ટીમે ડીસા તાલુકાના કુચાવાડા ગામના ટોલ નાકા પાસે નકાબંધી કરી ટેમ્પાને ઝડપી પાડી તપાસ કરી હતી જોકે ટેમ્પામાં પોલીસને કંઈ મળ્યું ન હતું પરંતુ પોલીસે બરોબર ચેક કરતા ટેમ્પામાં પાછળ નીચે ગુપ્ત ખાનુ બનાવેલું હતું અને તેને ખોલીને ચેક કરતા અંદરથી દારૂની નાની મોટી 500 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂ મોબાઈલ ફોન ટેમ્પો સહિત 3,05820 નો મુદ્દા માલ જપ્ત કરી આરોપી દલપતરામ ગણેશજી જાટ રહે સાચોર રાજસ્થાન નરેન્દ્રસિંહ હડમતસિંહ દેવડા રહે રાણીવાડા રાજસ્થાન ની અટકાયત કરી હતી જ્યારે આ દારૂનો જથ્થો ભરાવનાર પપ્પા ઉર્ફે હિરસિંહ ભિખસિહ રહે સાચોર રાજસ્થાન વાળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે