બનાસકાંઠા જીલ્લા મુખ્યાલય પાલનપુરની આગવી શૈક્ષણિક સંસ્થા અને 14 શૈક્ષણિક પરિસરમાં નવી પેઢીમાં કેળવણી, સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરતી વિદ્યા મંદિર સંસ્થાને 75 વર્ષ પુરા થતાં ડાયમંડ જ્યૂબીલીની ઉજવણી થઇ રહી છે.

જે પ્રસંગે ચીફ ગેસ્ટ પદે પધારેલા બનાસનું ગૌરવ એવા જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને નગરજનોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ખમતીધર બનાસકાંઠાની ધરતીને નમન કરૂ છું. માતૃભૂમીમાં આવવાનો આનંદ અનેરો હોય છે. મારૂ વતન થરાદ અને મારૂ મોસાળ પાલનપુર છે. મારા જીવનના યાદગાર દિવસો મેં અહીયા કાઢ્યા છે. મેં કોહીનુરની જેમ વતનનું નામ રોશન કર્યું છે. વતનનું રુણ ચૂકવવા મંદિરની રચના થઇ છે.

જૈન શિશુ શાળાને પણ 100 વર્ષ પૂર્ણ થયા છે. મારા જીવનના યાદગાર દિવસો મેં અહીયા કાઢ્યા છે. હું દર મહીને ડીસાથી પાલનપુર આવતો હતો. બનાસકાંઠાની ધરતી અને થરાદ મને સમજે છે. વિદ્યાર્થીઓને જણાવતાં તેમણે કહ્યું કે, તમને તમારૂ લક્ષ નક્કી કરવામાં તમારી જ વાતો મદદગાર થશે. માટે જાત પર જ ભરોષો રાખો અને મહેનત કરતાં રહો.