ડીસા તાલુકા પોલીસ મથકમાં ડી.વાય.એસ.પી.ના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામિણ વિસ્તારના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગ્રામિણ વિસ્તારના લોકોને હેરાન કરતાં વ્યાજખોરો સામે લડત આપવા પોલીસે સહકાર માંગ્યો હતો.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા તાલુકા પોલીસે વ્યાજખોરો સામે અવાજ બુલંદ કરવા સરપંચો, આગેવાનો અને શ્રમિકો સાથે લોક દરબાર યોજયો હતો.લોક દરબારને સંબોધન કરતાં ડી.વાય.એસ.પી. ડો. કુશલ ઓઝા અને પી.આઇ.એસ.એમ. પટણીએ જણાવ્યું હતું કે, શહેરમાં કે ગામમાં લાયસન્સ કે પરવાના વગર ગરીબ અને શ્રમિક લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી તેમની પાસેથી પઠાણી વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

નાણાં ધીરનાર અધિનિયમની કલમ હેઠળ પોલીસ મથકના હદ વિસ્તારમાં રજીસ્ટ્રેશન કે નોંધણી કરાવ્યા વિનાના વ્યક્તિઓ નાણાં ધીરનારનો કે વ્યાજ વટાવનો ધંધો કરી શકશે નહીં. નિયત ધીરનારો સરકારે નિયત કરેલા વ્યાજ દરથી વધુ વ્યાજ દરની રકમ વસૂલ કરી શકશે નહીં. જો કોઇ વ્યક્તિ આવું કૃત્ય કરશે તો તે ગંભીર સજાને પાત્ર ઠરશે. શહેરમાં આવા ગેરકાયદેસર નાણાં ધીરનારની પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જેમાં જાણ કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમ જણાવી લોકોને વ્યાજખોરોની બદીને ડામવા માટે પોલીસને સહકાર આપવા અપિલ કરી હતી.