DEESA/ડીસા સ્ત્રી સમાજ દ્વારા દિવ્યાંગ બાળકોનો મફત નિદાન કેમ્પ..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસામાં લાટી બજારમાં ચાલતી મંદબુદ્ધિના બાળકો માટેની સ્કૂલ “ખુશીઓનું સરનામું” અંતર્ગત બાળકોને કંઈક તકલીફ કે બીમારી હોય, સારવારની જરૂર હોય તેમના માટે ડીસા શહેરની જાણીતી સંસ્થા “સ્ત્રી સમાજ, ડીસા” દ્વારા તેમના આરોગ્યની તપાસ તેમજ દાંતની તપાસ અને સારવાર સલાહ માટે એક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું..

જેમાં બાળરોગ નિષ્ણાંત ડોક્ટર ભરતભાઇ શાહ અને દાંતની તપાસ/નિદાન અને સારવાર ડોક્ટર પિયુષભાઇ પ્રજાપતિ, ડોક્ટર પર્ણાશ ઝાલમોરા એ પોતાની સેવા આપેલ હતી..

આ નિદાન સારવાર મેડીકલ કેમ્પના પ્રોજેકટ ચેરમેન વસુબેન ઝાલમોરા, ભારતીબેન શાહ હતા..

પ્રમુખ ડોક્ટર કિશોરીબેન પટેલ, સેક્રેટરી દિપીકાબેન ખત્રી હતા..

૫૦ થી વધુ બાળકોને તપાસીને યોગ્ય સલાહ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, અને દરેક બાળકને બ્રશ તથા ટૂથપેસ્ટ પણ આપી હતી..

તેમાં જયશ્રીબેન શાહ, નીમાબેન અગ્રવાલ, પારૂલબેન પટેલ, નમ્રતાબેન માંકડ, પન્નાબેન વ્યાસ, કાન્તાબેન પટેલ, વર્ષાબેન મંડોરા, ત્રિગુણાબેન મંડોરા વગેરે હાજર રહી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો..