નિરાધાર કન્યાઓને કન્યાદાન-કરિયાવર ગરીબ વિદ્યાર્થીઓને શેક્ષણહેતુ સહાય કરવા તત્પર અગ્રવાલ મહિલામંડળ ડીસા સેવાકીય કાર્યમાં હંમેશા અગ્રેસર હોય છે.

           

        (અહેવાલ: મેરૂજી પ્રજાપતિ)

સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર ડીસા અગ્રવાલ મહિલામંડળ દ્વારા લોકસેવાની સરાહનીય પ્રવૃતિઓ કરાય છે. ત્યારે તાજેતરમાં ઉતરાયણના તહેવાર નિમિત્તે નિરાધાર બાળકો, મહિલાઓ અને ગરીબ લોકો માટે ડીસા શહેરના વિદ્યાસાગર આશ્રમ, ભોયણ પ્રીતિનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર અને જુનાડીસાથી વાસણા જુના રોડ પર વણઝારાવાસ ખાતે જઈ તલના લાડુ,ખીચડી તેમજ બીજા ખાદ્ય પેકેટ વહેંચી ઉત્તમ સેવાકાર્ય કરી માનવતાની મહેક ફેલાવી છે.ત્યારબાદ અગ્રવાલ મહિલા મંડળ ડીસાના શ્રીમતી કૌશલ્યાબેન અગ્રવાલ ,રેણુકાબેન ,સીતાબેન, અમિતાબેન અગ્રવાલ ,વર્ષાબેન પ્રભાબેન રેખાબેન રીટુબેન, પુષ્પાબેન અને નિર્મળાબેન અગ્રવાલની ટીમ રસાણા નાના ખાતે બે પ્રજ્ઞાચક્ષુબંધુ ભરત વાણેચા અને વિનોદ વાણેચા ને ઘરે મુલાકાત કરી તેઓના ખબર અંતર પૂછી અગાઉ તેઓના દ્વારા અપાયેલા સંગીતના સાધનોની ઉપયોગીતા અને પ્રગતિ વિશે જાણકારી મેળવી હતી.તેઓના ભજન ગીતનો આનંદ માણી બક્ષિસ આપી હતી.આ પ્રસંગે પૂર્વ બી.આર.સી કોઓર્ડીનેટર ડીસા પ્રવીણભાઈ સાધુએ અગ્રવાલ મહિલા મંડળની સેવાકીય પ્રવૃતિઓને અને અગાઉ બે નિરાધાર કન્યાઓને કન્યાદાનમાં પૂરું કરિયાવર આપી મદદરૂપ બન્યા હતા.તેસિવાયજે કન્યાને કરિયાવર આપ્યું હતું તેના શ્રીમંતના પ્રસંગમાં તમામ નાણાકીય સહાય તેમજ ડોક્ટરની સારવારથી માંડી તેનું દિકરા સાથે આણું પણ કરાવી સમાજમાં અનુકરણીય કામગીરી કરેલ છે.જરૂરિયાતવાળી શાળાઓને એલ ડી ટીવી શાળાના બાળકોને ગણવેશ તેમજ શેતરંજી- પાથરણા જેવી વસ્તુઓનું દાનકરી બીજા શહેરોમાં ચાલતા મહિલા મંડળોને એક નવી દિશાઆપી આંતરરાજ્ય ક્ષેત્રે અનુકરણીય બની સેવાકીય સુવાસ ફેલાવી રહ્યા છે.