ખંભાત ગ્રામ્ય વિસ્તારના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળતા રોહિણી ચોકડીએ સંગીતાબેન સતીષભાઈ દેવીપૂજક (રહે.લાલ દરવાજા) એક થેલો લઈ ઉભા હતા.ત્યાં પોલીસને જોઈને તેઓ આગળ જવા લાગતા પોલીસે મહિલા પંચની રૂબરૂમાં કોર્ડન કરી તપાસતા થેલમાંથી ૧૮૦ મીલીની ૩૮ નંગ વિદેશી દારૂની રૂ.૩૮૦૦/- કિંમતની બોટલો ઝડપાઇ હતી.તેમની પાસે ૨૫૦૦/- મોબાઇલ કુલ મળીને રૂ.૬૩૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.મહિલાની પૂછપરછ કરતા સદર વિદેશી દારૂનો જથ્થો ધાર્મિષ્ઠાબેન ઉર્ફે ધમી રમેશભાઈ (રહે.ગોલાણા)એ આપેલો હોવાનું કબુલતા પોલીસે જાતે ફરિયાદી બની બંને મહિલા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368