ડીસા ખાતે શ્રી સિન્ધી બ્રહ્મક્ષત્રિય પૂજ્ય પંચાયત ડીસા દ્વારા સમાજની વાડી ખાતે સિન્ધી બ્રહ્મક્ષત્રિય સમાજના આગેવાનો યુવાન મોરચાના સભ્યો તેમજ મહિલા મંડળના સભ્યો દ્વારા બધા ભેગા મળીને ઓલ ઇન્ડીયા લેવલના પ્રમુખશ્રી ગોવિંદભાઈ સોનેજા નું ડીસા ખાતે સમાજની વાડી ત્રણેય મંડળો દ્વારા જોરદાર સ્વાગત તેમજ ફુલહાર તેમજ લીલાશા બાપુની છબી અર્પણ કરીને શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું

       આ પ્રસંગે ડીસા સમાજના પ્રમુખ શ્રી શોભરાજમલ શંભુમલ ખુહા, ઉપપ્રમુખ શ્રી ભોજરાજભાઈ છાટબાર, જગદીશભાઈ વલેરા, અમૃતભાઈ વારડે, ગીરીશભાઈ ધગિયા, કિશોરભાઈ ધગિયા, સુનિલભાઈ ખુહા. મનોજભાઈ ખુહા, તેમજ સમાજના તમામ યુવાન મોરચા ભાઈઓ તેમજ મહિલા મંડળની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી ઓલ ઇન્ડીયાના પ્રમુખનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવતા ઓલ ઇન્ડીયાસિન્ધી બ્રહ્મક્ષત્રિય સમાજના પ્રમુખશ્રી ગોવિંદભાઈ આનંદ વિભોર બની સમાજમાં બધાં ભેગાં મળીને આવો સંપ રાખવો જોઈએ જેથી સમાજની એકતા અખંડ રહે તેવું તેમને જણાવ્યું હતું.*શ્રી* *સિન્ધી બ્રહ્મક્ષત્રિય પૂજ્ય પંચાયત ડીસા દ્વારા ઓલ ઈન્ડિયા લેવલના પ્રમુખનું જોરદાર સન્માન કરવામાં આવ્યું નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા