ભીલડીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું...

રોટરી ગ્રામ્ય દળ ભીલડી તેમજ સંકલ્પ બ્લડ બેન્ક ડીસાના સહયોગ થી રકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.

કોઈને બચાવવા જીવ તો ન આપી શકાય પરંતુ થોડું લોહી તો જરૂર આપી શકાય.

ડીસા તાલુકાના નવી ભીલડીની એચ.વી.વાલાણી વિદ્યામંદિર હાઈસ્કૂલના જુના મકાન ખાતે રોટરી ગ્રામ્ય દળ ભીલડી દ્રારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતુ.

જેમાં રોટરી ગ્રામ્ય દળ ના પ્રમુખ રમેશભાઈ ધનાસરાવાળા, મંત્રી પ્રકાશભાઈ શાહ, નવિનભાઈ પટેલ, હરેશભાઈ માધુ, અશોકભાઈ ઠકકર, નટુભાઈ ઠકકર, રાજુભાઈ રાજગોર (ડેલીગેટ), અશોકભાઈ પટેલ, અનીલભાઈ મોદી, અશ્ર્વિનભાઈ રાઠોડ, ડૉ.કે.કે.પટેલ તેમજ રોટરી ગ્રામ્ય દળના હોદ્દેદારો તેમજ રકત દાતાઓ તથા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ માં 45 બોટલ બ્લડ એકત્ર કરાયું હતું.

રિપોર્ટર નરેશ મોદી ભીલડી બનાસકાંઠા