ધારીના પુરબીયા શેરી , મેઇન બજારમા ચાઇનીજ બનાવટની પ્લાસ્ટીકની દોરીની ફીરકી સાથે એક ઇસમ ને પકડી પાડતી ધારી પોલીસ ટીમ.
અમરેલી જીલ્લામા આગામી મકરસક્રાંતી તહેવાર અનસંધાને ગેરકાયદેસર ચાઇનીઝ દોરીઓના વેચાણ ઉપયોગ સબબ અમરેલી જીલ્લા મેજી.દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય.
જે અનુસન્ધાને ધારી મેઇન બજારમાં ચાઇનીઝ દોરી ફીરકી MONO SKY કંપનીની પ્લાસ્ટીકની દોરીઓ ફીરકી નંગ -૧ કિ રૂ .૨૦૦ / - ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી
મજરભાઇ ઇસ્માઇલભાઇ હથીયારી ઉવ .૨૮ ધંધો.વેપાર રહે.ધારી , પુરબીયા શેરી મેઇન બજાર તા.ધારી જી .અમરેલી,
ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર તથા અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહે ચાઇનીઝ દોરીઓ નો ઉપયોગ અટકાવવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરાના માર્ગદર્શન હેઠળ ધારી પોલીસ સ્ટેશન ના પી. આઈ. વી.બી.દેસાઇ તેમજ પો.સબ.ઇન્સ એન.બી.ભટ્ટ નાઓની રાહબારી હેઠળ ધારી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમના HC અનિરૂધ્ધભાઇ ભાણકુભાઇ વાળા તથા PC રામકુભાઇ આલેગભાઇ તથા C આલીંગભાઇ ચંપુભાઇ તથા PC મનોજભાઇ હરીભાઇ તથા PC મનુભાઇ સમભાઇ મોગાણી તથા PC મીલનભાઇ મારૂ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ