રાજસ્થાન-ગુજરાત બોર્ડરની અમીરગઢ ચેકપોસ્ટ પર બંને રાજ્યોની પોલીસને દારૂ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. રાજસ્થાન એ.ટી.એસ. અને અમીરગઢ પોલીસે આઇશર ટ્રકમાંથી રૂ. 28,79,940 નો દારૂ ઝડપી પાડ્યો છે. સાથે જ એક શખ્સને ઝડપી પાડી 2 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

અમીરગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી એક આઇશર ગાડી પૂરઝડપે આવતી હતી. જેને બેરીકેટીંગ કરી ઉભી રખાવી ચેક કરતાં હતા. રાજસ્થાન એ.ટી.એસ. ના પોલીસ સ્ટાફના માણસો ત્યાં આવ્યા હતા અને તેઓ આ ગાડીનો પીછો કરતાં હોવાનું જણાવ્યું હતું. જેથી રાજસ્થાન એ.ટી.એસ. અને અમીરગઢ પોલીસના માણસોએ સંયુક્ત કામગીરી કરી આ આઇશર ટ્રકનું શંકાસ્પદ જણાતાં ચાલકને સાથે રાખી ટ્રક પરની તાડપત્રી હટાવી બોક્ષમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. તપાસ દરમિયાન કુલ 695 પેટીમાંથી 18,312 બોટલ મળી આવી હતી. જેની અંદાજે કિંમત રૂ. 28,79,940 હતી.

કુલ મુદ્દામાલ સહીત રાજસ્થાનના રહેવાસી ગૌતમની અટકાયત કરી છે. જ્યારે અન્ય 2 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી છે.