બનાસકાંઠાં જીલ્લાની આર્થીક નગરી ડીસા શહેરમાં અતિક્રમણ હટાવવાની સરૂવાત થઈ ચૂકી છે.! તાલુકા પંચાયતની કચેરી આગળ ચાર સખી મંડળ અને અન્ય દબાણદારોએ દબાણ કરી દેતા તેને હટાવવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી . જે રજૂઆતના આધારે જિલ્લા વિકાસ અધિકારી એ સ્થળ મુલાકાત લીધી હતી અને મુલાકાત બાદ કાયદેસરના સખી મંડળની ફાળવેલી જગ્યાથી વધારાની જગ્યાના દબાણો દૂર કરવા આદેશ કરાયો હતો. જેને પગલે તાલુકા વિકાસ અધિકારી એ અઠવાડિયા અગાઉ દબાણો દૂર કરવા નોટિસ આપી હતી. નોટિસની સમય મર્યાદા પૂર્ણ થતા જેસીબી મશીન દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. જેમાં તમામ ચાર સખી મંડળ અને અન્ય રહેલા કાચા પાકા દબાણો દૂર કરાયા હતી. જ્યારે તંત્ર દ્વારા દબાણ હટાવાતા અન્ય દબાણદારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं