ચરાડા પાટીદાર મિત્ર મંડળ-માણસાના ઉપક્રમે સ્નેહમિલન સમારોહ, ઈનામ વિતરણ કાર્યક્રમ અને પિક્નિકનું આયોજન સંપન્ન..

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામના પાટીદાર સમાજના માણસા ખાતે સ્થાયી થયેલા પરિવારો સંચાલિત મિત્ર મંડળના ઉપક્રમે તાજેતરમાં ચોથો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. સદર સમારંભમાં પરિવારના તેજસ્વી તારલાઓ અને વિશિષ્ઠ યોગદાન આપનાર વિરલ વ્યક્તિત્વને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

સદર પરિવારના ઉપક્રમે નડાબેટનો એક દિવસીય પ્રવાસ-પર્યટન કાર્યક્રમ પણ આયોજીત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દાતાશ્રી એવા પ્રકાશચંદ્ર અંબાલાલ પટેલ અને જગદીશભાઈ ભોળાભાઈ પટેલનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. વિદેશથી ખાસ ઉપસ્થિત એવા બિનનિવાસી ભારતીય નાગરિકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

પરિવારના સૌ સ્નેહીજનોએ ભેગાં મળીને ઐક્યનો પરિચય કરાવી આનંદ-પ્રમોદ કર્યો હતો એમ એક અખબારી યાદીમાં સમાજસેવી રાકેશ પ્રજાપતિ જણાવે છે.