ખંભાત તાલુકાના લુણેજ ખાતે ખેતરમાં એક યુવક પર વીજળીનો હેવી તાર પડતા માથું ધડથી અલગ થઈ જતા મોત નીપજ્યું છે.ખંભાતના લુણેજ ખાતે રહેતા વનરાજ રાજાભાઈ ભરવાડ ખેતરના શેઢા પર ઉભો હતો.વીજળીનો હેવી તાર તૂટીને યુવક પર ગરદનના ભાગે પડ્યો હતો.જેને કારણે યુવકનું માથું ધડથી અલગ થઈ જતા મોત નીપજતા સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.તેમજ જી.ઇ.બીની બેદરકારી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. સરપંચે જી.ઇ.બી અને પોલીસ તંત્રને જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
(સલમાન પઠાણ-ખંભાત)