પાલનપુરમાં આબુરોડ હાઇવે પર ટ્રકે બાઈક ને ટક્કર મારતાં બાઇક સવાર એકનું મોત 2 ઇજાગ્રસ્તો યુવકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા..

પાલનપુર ના હનુમાન ટેકરી નજીક શનિવારે સાંજે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. તેમજ બે યુવકને ઈજાઓ થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પાલનપુર ના જૂના આરટીઓ સર્કલ તરફ થી એક મોટર સાયકલ ઉપર આવી રહેલા રિશી ગોપાલભાઇ ચંદાની હાર્દ ચિરાગભાઇ સોલંકી(માળી) વંશ ગોરધનભાઇ ચંદાની યુવક ના મોટર સાયકલ અને ટ્રક વચ્ચે શનિવારે રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિશી ગોપાલભાઈ ચંદાની નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ જ્યારે અન્ય બે યુવકો ને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ મામલે પોલીસે યુવક ના મૃત દેને પીએમ માટે સિવિલમાં ખસેડ્યો હતો અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે