આજરોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ ની સ્પર્ધા કોમર્સ કોલેજ ડભોઈ ખાતે યોજાઈ તેમાં સતત બીજી મેચમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાલાસિનોરનો ભવ્ય વિજય મેળવ્યો તે બદલ કોલેજના તમામ ખેલાડીઓને સંસ્થાના આચાર્યશ્રી ડૉ દિનેશભાઈ પી. માછી, સંસ્થાના હોદ્દેદારો, કોલેજના ફિઝિકલ ડાયરેક્ટર પ્રો. ડૉ સહેજાદઅલી ખોખર, તમામ અધ્યાપક મિત્રો અને નોનટિચિંગ સ્ટાફ તેમજ સંસ્થાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો ગર્વની લાગણી અનુભવે છે.૩ જાન્યુઆરીનાં રોજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાલાસિનોરની પ્રથમ મેચ ગવર્મેન્ટ આર્ટસ કોલેજ નસવાડી સામે હતી.ગવર્મેન્ટ આર્ટસ કોલેજ નસવાડી ને 68 રનમાં ઓલ આઉટ કરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાલાસિનોર 8 ઓવરમાં વિજય જાહેર થયાં હતાં.અને ૭ જાન્યુઆરીનાં રોજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાલાસિનોરની દ્વિતીય મેચ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ સામે હતી, તેમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જાલોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 144 રન બનાવ્યા હતા તેની સામે 17 ઓવરમાં બાલાસિનોર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વિદ્યાર્થીઓએ ચાર વિકેટે 145 રન બનાવી ભવ્ય જીત હાંસિલ કરી છે.