વધતા જતા ચાઇના દોરીના ઉપયોગના કારણે વારંવાર અકસ્માત નો ભોગ બનતા હોવાના કારણે આજ રોજ બાલાસિનોર પોલીસ સ્ટાફ દ્વારા એક અલગ પહલે કરવામાં આવી હતી.

બજારમાં લગાવવામાં આવેલા તમામ નાના મોટા સ્ટોલ પર પોલીસ સ્ટાફ જઈને વેપારીઓ ને સમજવામાં આવ્યા.તેમજ ગ્રાહકો ચાઇના દોરી નો ઉપયોગ ન કરે તે માટે સ્લોગન ના બેનર લગાવવામાં આવ્યા મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ બાલાસિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બજારની નાના-મોટી દુકાનો અને સ્ટોલોમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું બાલાસિનોર પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને વેપારી/ગ્રાહકોને ચાઈનીઝ દોરી ન વાપરવા સંદર્ભે સુચના આપવામાં આવી તેમજ જાહેર સ્થળોએ સ્લોગનો લગાવી મહેરબાન કલેકટર સાહેબ શ્રીનાઓના જાહેરનામા ની અવેરનેસ ફેલાવી પ્રસિદ્ધિ કરવામાં આવી.

ઉત્તરણ ખુશી નો તહેવાર છે અને આપણે કોઈના ઘરના માતમનું કારણ ન બનીએ એટલે ચાઇના દોરીનો બહિષ્કાર કરીએ.

ચાલો આપણી નૈતિક ફરજ બજાવીએ ચાઈના દોરી નો કરીએ બહિષ્કાર,

પશુ પક્ષીનું જીવન છે બહુ મૂલ્ય છે, તેમને બચાવીએ ચાઈના દોરીનો બહિષ્કાર કરીને, જેવા બેનર લગાવામાં આવ્યા હતા.