બનાસકાંઠા જિલ્લામાં ચાઈનીઝ દોરી અને પતંગ પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં તેનું અનેક જગ્યાએ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ડીસા શહેર દક્ષિણ પી. આઈ. એસ.એ. ગોહિલની સૂચનાથી પી.એસ.આઇ. એસ.એમ. મેણાત સહિતની ટીમે ચાઈનીઝ દોરી પકડવાની ઝુંબેશ હાથ ધરી ડીસાના ચંદ્રલોક રોડ પરથી લિયો સ્કૂલ પાસે છૂટક દોરીનું વેચાણ કરતા મદનલાલ ઘનશ્યામદાસ મહેશ્વરી ( રહે. સ્વાગત રો હાઉસ, સી એલ પાર્ક, હેપ્પી નર્સરી સામે, ડીસા) ને ત્રણ ફીરકી સાથે ઝડપી પાડયો હતો.

તેણે આ દોરી ડીસા લાયન્સ હોલ નજીક આવેલ કિશન સીઝન નામની દુકાનના વેપારી દિલીપ નેચરદાસ સિંધી (રહે, સિંધી કોલોની, ડીસા) પાસેથી ખરીદી હોવાનું જણાવતા પોલીસે દિલીપ સિંધીના રહેણાંક ઘરે પણ રેડ કરી હતી. જેમાં પોલીસને વેપારી દિલીપ સિંધીના ઘરેથી 30 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકીઓ મળી આવી હતી. આમ પોલીસે કુલ 33 નંગ ફીરકી (કિંમત રૂપિયા 9,000) ની ચાઈનીઝ દોરી પકડી બંનેની અટકાયત કરી તેમની વિરુદ્ધ આઇ.પી.સી. ૧૮૮ મુજબ ગુનો નોંધ્યો હતો.