સાબરકાંઠા જિલ્લાના હિંમતપુર ખાતે તાજેતરમાં એક ગાયની વાછરડી સારણગાંઠથી પીડાતી હતી જેથી તેની સારવાર કરાવવા માટે પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ પશુ હેલ્પલાઇનના તબીબોને જાણ કરી હતી. ત્યારબાદ પશુ ચિકિત્સકોએ આવીને વાછરડીની તપાસ કર્યા બાદ તેનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતુ. જેમ મોબાઈલ પશુ દવાખાનાના પશુ ચિકિત્સક ડૉ. મોહમ્મદ મદન ડૉ. ધૃપલ પટેલ, ડૉ. બ્રિજેશ સિંબલિયા પાયલોટ કમ ડ્રેસર અલ્પેશભાઈ અને રાજદીપ સિંહ સાથે મળીને ૩ કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન પાર પાડયું હતું ત્યારબાદ પશુમાલિક પ્રવિણભાઈએ ૧૯૬૨ની ટીમની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અશોકભાઈ અને પ્રોગ્રામ મેનેજર ડૉ.મયંક પટેલ દ્વારા આ સેવાને પશુપાલકો વધુ લાભ લેવા અપીલ કરી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं