સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે રાજ્યકક્ષાની તૃતીય ઐતિહાસિક ઈડરિયા ગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા 2022 23 યોજાઈ

સાબરકાંઠા જિલ્લા વહિવટી તંત્ર અને રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે રાજ્યકક્ષાની તૃતિય ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઇ હતી. આ સ્પર્ધામાં ગુજરાતભરના ૨૭૯ જુનિયર સાહસવીર ખેલાડી ભાઇઓ-બહેનોનેએ ભાગ લીધો હતો.