ઉદેપુર જિલ્લાના તેજગઢ પાસે મળસકે એક સીએનજી કાર વૃક્ષ સાથે અથડાતા કારમાં આગ લાગી હતી કારમાં આગ લાગતા કાર ચાલક ભડથું થઈ જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ જિલ્લાના વતની જેઓ કોન્ટ્રાક્ટર હતા અને વડોદરા ખાતે રહેતા હતા તેઓ પોતાની સીએનજી કાર લઈ વડોદરાથી છોટાઉદેપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે મળસકે છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ પાસે તેઓની કાર વૃક્ષ સાથે અથડાતા અચાનક કાર માં આગ લાગી ગઈ હતી કાર ચાલક કારમાં જ હતા અને અને કાર આગની ચપેટમાં ભડભડ સળગી ગઈ હતી કારની સાથે ચાલક પણ કાર માં સળગી ગયા હતા.
આમ છોટાઉદેપુર ના તેજગઢ પાસે વૃક્ષ સાથે સીએનજી કાર અથડાતા કારમાં આગ લાગતા આગની ચપેટમાં કાર અને કાર ચાલક બંને બળીને ભડથું થઈ જતા કાર ચાલક નું કમકમાટી ભર્યુ મોત થયું હતું