ખંભાત તાલુકાના નગરા ખાતે આવેલી ઊંડીસીમ પ્રાથમિક શાળામાં All india ONGC OBC & MOBC EWA, Cambay બ્રાન્ચ તરફથી બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે અર્થે R.O મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.તેમજ શાળાના તમામ બાળકોને સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક તમામ કીટનું વિતરણ કર્યું હતું.

R.O મશીનનું ઉદ્ઘાટન એસેટ મેનેજર શાંતિ સ્વરૂપ શર્માના હસ્તે કરવામાં આવ્યું હતું.જે દરમિયાન ચેરમેન-વેંકટેશ, ઇન્ચાર્જ HR - સુનિલકુમાર, સેક્રેટરી-ચેતનભાઈ કડિયા, સી.ઇ.સી મેમ્બર-ચિરાગભાઈ ટાંક, ઓ.આર.જી-સેક્રેટરી-નિલેશ ચોટલીયા, ટ્રેઝરર-જીતેન્દ્ર રાણા,એડવાઇઝર-રાહુલ સેની, સેક્રેટરી-જયસ્વાલભાઇ, મેમ્બર-એમ.એ.પઠાણ, એચ આર.વિભાગ-સાહિલભાઈ, સહિત સ્ટાફ વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.આચાર્ય વિજયભાઈ ગોસ્વામીએ ONGCના પદાધિકારી, હોદ્દેદારો સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

(સલમાન પઠાણ-ખંભાત)

Mo : 9558553368