ડીસા ગુલબાણીનગર સોસાયટીમાં થી વરલી મટકાના જુગાર રમી રમાડતા 4 શખ્સોને ઉતર પોલીસે ઝડપી પાડયા..
જે .આર. મોરથલિયા. કચ્છ ભુજ રેન્જ આઇજીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સુચનાથી જિલ્લામાં દારુ જુગારના કેસો પકડી પાડવા સુચના અનુસાર ડીસા ડીવાયએસપી ડો કુશલ ઓઝાના સુચનાથી ડીસા ઉતર પોલીસ સ્ટેશનના પી આઈ .વી એમ ચૌધરીને ખાનગી રાહે બાતમીના આધારે ગુલબાણીનગર સોસાયટીમાં થી વરલી મટકાના જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યાં છે જ્યારે છેલ્લા કેટલાય સમયથી પોલીસની આંખમાં ધુળ નાખીને શહેરમાં ખાનગી રીતે વરલી મટકાના જુગાર રમાડતા રાજુભાઇ સેવંતીલાલ મોદી ઉર્ફે રાજુ બેટરીનું નામ આખરે આજે બહાર આવ્યું છે શહેરમાં વરલી મટકાના જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ડીસા ઉતર પોલીસ દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી ખાનગી બાતમીઓ ગોઠવી તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આજે ડીસા ઉતર પોલીસને સફળતા મળી છે અને ગુલબાણીનગર સોસાયટીમાં થી એક રહેણાંક મકાનમાંથી વરલી મટકાના જુગાર રમી રમાડતાં પાંચ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છેકે થોડા વર્ષો અગાઉ ડીસા શહેરમાં વરલી મટકાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતાં રાજુભાઇ મોદી પર અનેક ગુન્હાઓ નોંધાયા હતા અને બાદમાં રાજુભાઇ મોદી ભુગર્ભમાં જતાં રહ્યાં હતાં જે રાજુભાઇ મોદીને ફરીથી ઉતર પોલીસ દ્વારા ભુગર્ભમાંથી બહાર કાઢી આજે ફરીથી વરલી મટકાના આંકડાથી જુગાર રમાડતાં હોવાનું નામ ખુલ્યું છે પોલીસ માહીતી અનુસાર ગુલબાણીનગર સોસાયટીના રહેણાંક મકાનમાં ભરતભાઈ અમરતભાઈ મોદી વરલી મટકાના જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે ઉતર પોલીસ દ્વારા રેડ કરાતાં ચાર શખ્સોને વરલી મટકાના જુગાર રમતા ઝડપી પાડ્યાં હતાં અને તેમની પાસેથી કુલ 90. 233 નો મુદામાલ કબ્જે કરી ભરતભાઈ અમરતભાઈ મોદી કનૈયાલાલ ગીરીશભાઈ મોચી દિલીપભાઈ ચમનભાઈ ઠાકોર મહેન્દ્રભાઈ બાબુભાઈ પરમાર સામે અને રાજુભાઇ સેવંતીલાલ મોદી ઉફે રાજુ બેટરી સામે ડીસા ઉતર પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ મુજબની ફરીયાદ નોંધવામાં આવી હતી ડીસા ઉતર પોલીસ સ્ટેશનના બાહોશ પી આઈ વી એમ ચૌધરી સહિત પીએસઆઇ ડી બી ચૌધરી તથા હેડ કોન્સ્ટેબલ જંયતીભાઈ ધર્માભાઈ પોલીસ કોન્સ્ટેબલ વનરાજી પ્રતાપજી આઉટ પોલીસ વિક્રમજી સરદારજી પોલીસ કોન્સ્ટેબલ મહંમદઈમરાન તેમજ અરવિંદભાઈ પુનાભાઈ વિક્રમસિંહ જોગાજી રધુભાઈ ઠાકોર સહિતની પોલીસની સુંદર કામગીરી જોવા મળી હતી..