દેશમાં વધતી ગરીબી બેકારી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી દ્વારા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા અભિયાન શરૂ થયું છે. આ ભારત જોડો યાત્રાના સમર્થનમાં ભાવનગર જશોનાથ ચોકથી પદયાત્રાનું પ્રસ્‍થાન તા. ૩૦ રવિવારે બપોરના 3 વાગ્યે કરવામાં આવશે. આ પદયાત્રામાં રાષ્ટીય કોંગ્રેસના નેતા અને ભાવનગરનું ઘરેણુંની આગેવાનીમાં, આ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.ભાવનગર સહિત સમગ્ર દેશમાં ભાજપના શાસનમાં મોંઘવારી, બેરોજગારી અને નશાખોરી સહિતની સમસ્યાઓથી પ્રજા પરેશાન, ત્રસ્ત છે છતાં સરકાર નાગરિકોને રાહત થાય તેવા કોઈ પગલાં ભરતી નથી ત્યારે પ્રજાની સમસ્યાને વાચા આપવા પદયાત્રા યોજવામાં આવશે. કોંગ્રેસ પ્રવક્તા જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપના શાસનથી રાજ્યની પ્રજા ત્રસ્ત, પરેશાન છે. ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં અનેક સમસ્યાઓ છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. મધ્યમ અને નિપ્ન મધ્યમ વર્ગના વિધાર્થીઓ ઊંચી ફી ભરી શકતા ન હોવાથી શિક્ષણથી વંચિત રહે છે. શિક્ષિત અને અર્ધ શિક્ષિત યુવાનો બેરોજગારીથી પરેશાન છે. રાજયમાં દારુ, ડ્રગ્સ સહિત નશાખોરી માદક દ્રવ્યનું બેરોકટોક વેચાણ અને ગુનાખોરીનું રાજ પ્રવર્તી રહ્યાં છે ત્યારે સરકારની આંખ ઉઘાડવા માટે ભાવનગર જિલ્લા કોંગ્રેસ દ્વારાપદયાત્રા યોજાઈ રહી છે જેમાં શક્તિસિંહ ગોહિલની આગેવાની આ પદ્યાત્રાનું આયોજન થયું છે. જિલ્લાભરના લોકો આ યાત્રામાં જોડાશે આ યાત્રાના આયોજનના ભાગરૂપે સિહોર ખાતે આવતીકાલે કોંગ્રેસની બેઠક પણ મળનારી છે