તા/૬/૧/૨૦૨૩ ના રોજ જાફરાબાદ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ જાફરાબાદ તથા આઈ.સી. ડી.એસ. જાફરાબાદ ના ઉપક્રમે સુપોષિત કિશોરી શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું તથા કાનૂની સેવા સમિતિ જાફરાબાદ દ્વારા કાયદાકીય માર્ગદર્શન એડવોકેટ આઈ.આઈ. ગ્રાહા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ ના કાયદા વિશે કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા પોસ્કો એક્ટ વિશે પણ ઉદબોધન કર્યું હતું તથા આરોગ્ય ખાતા તરફથી કિશોરી ઓને માર્ગદર્શન આપવામાંથી આવ્યું હતું અન્ય અલગ અલગ ખાતાઓ દ્વારા કિશોરી ઓ તથા બાળકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે બોહળી સંખ્યામાં આંગણવાડી બહેનો તથા કિશોરી ઓ તથા મહિલા પોલીસ તેમજ મંજુલાબેન કોલડીયા બાળ વિકાસ જાફરાબાદ તથા ટાઉન પોલીસ પીઆઇ જે.જે ચૌધરી તથા તાલુકા પંચાયત ટીડીઓ સોનાગરા તથા બાર કાઉન્સિલ પ્રમુખ દિલીપભાઇ બારૈયા એડવોકેટ ઈમરાનભાઈ ગ્રાહા તથા એડવોકેટ બાલકૃષ્ણ સોલંકી તેમજ એડવોકેટ હરેશભાઈ બાંભણિયા તેમજ સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા પત્રકાર કિશોરભાઈ સોલંકી તથા અમરેલી સુરક્ષા ખાતુ તથા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો તથા બહોળી સંખ્યામાં કિશોરી ઓ ઉપસ્થિત રહી હતી તેમજ નગરપાલિકા પ્રમુખ તથા અધિકારી ઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ રંગેચંગે પૂર્ણ થયો હતો.