છોકરી ભગાડી જવાના મામલે દાહોદ તાલુકાના રાણાપુર ગામે થયેલ ઝઘડામાં લાકડીઓ તથા લોખંડની પાઈપો ઉછળતા એકને ગંભીર ઈજાઓ થતાં તેમજ ઘરમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડ્યાનું જાણવા મળેલ છે.
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/9879106469
જાહેરાત અને સમાચાર આપવા માટે ઉપર આપેલ નમ્બર પર સંપર્ક કરવો
રાણાપુર ગામના મહેંદી ફળીયાના હઠીલા કુટુંબના સોવનભાઈ સવસીંગભાઈ હઠીલા, મુકેશભાઈ સવસીંગભાઈ હઠીલા તથા ધર્મેશભાઈ સોવનભાઈ હઠીલા એમ ત્રણે જણા લાકડીઓ અને લોખંડની પાઈપ લઈ તેમના ફળિયાના વજેસીંગભાઈ છત્રસિંહભાઈ તથા અન્યના ઘરે આવી ઘરમાં ઘઉસી તોડફોડ કરી બેફામ ગાળો બોલી તમારો છોકરો ઉમેશ મારી છોકરી છાયાને ભગાડી લઈ ગયો છે, તમો મારી છોકરી છાયાને પરત સોંપી દો, તેમ કહી વજેસીંગભાઈ છત્રસીંહભાઈને ખેંચીને બહાર લઈ જઈ હાથે, પગે, તથા કમ્મરના ભાગે લાકડીઓ મારી ઈજાઓ કરી, ડાબા હાથે, પગે તથા કમ્મરના ભાગે લાકડીઓ મારી ઈજાઓ કરી, ડાબા હાથે લોખંડની પાઈપ મારી ઈજાઓ કરી તથા શરીરે નાની મોટી ઈજાઓ કરી હતી.
આ સંબંધે ગંભીર ઈજાગ્રસ્ત વજેસીંહભાઈની પત્ની મુન્નીબેન હઠીલાએ નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલિસે ઈપિકો કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.