નડતર રૂપ દબાણો દુર કરવાનો મહત્વનો નિણર્ય

મીઠી પાલડી માં ગ્રામસભા યોજાઈ..!!

ગત રોજ મીઠી પાલડી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું દિયોદર તાલુકાનું મીઠી પાલડી ગામ ધંધાકીય ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતું મોટું વેપારી મથક ગણાય છે,આજુબાજુ વિસ્તારના ઘણા ગામડાઓમાંથી પાલડી ગામમાં ખરીદી અર્થે રોજ બરોજ બજારમાં બહુ જ ભીડ જામેલી હોય છે, આ ઉપરાંત મીઠી પાલડી ગામમાં પી.એચ.સી. દવાખાનું, દૂધ ડેરી,બનાસ બેંક,ગ્રામીણ બેંક,પ્રાથમિક શાળા,હાઇસ્કુલ જેવી પાયાની સુવિધાઓ પણ આવેલી છે, પણ આ દરેક જગ્યાઓએ કયાંક ને કયાંક નાના મોટા દબાણો થયેલ છે અને રસ્તાઓ પણ સાંકડા થવા લાગ્યા છે જેથી વાહન વ્યવહાર ને તેમજ ક્યારેક સરકારી ૧૦૮ વાન ને પણ અવર જવર માટે ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે, વધુમા સરપંચ શ્રી રમેશભાઈ મોદી ના જણાવ્યા અનુસાર આજ રોજ મળેલી ગ્રામસભામાં ગામના જાગૃત નાગરિકો દ્વારા ઉપરોકત સમસ્યાઓની રજૂઆતો કરવામાં આવેલ હતી જૉ નડતર રૂપી દબાણ ખુલ્લા કરવામાં આવે તેમજ વધુમાં ગામમાં ગામતળ અને ગૌચર જમીનનું દબાણ દૂર કરવામાં આવે તો ગામમાં જમીન વિહોણા ગરીબ પરિવારોને પ્લોટ પણ ફાળવી શકાય તેમજ ગામનો વિકાસ પણ થઇ શકે, તો તે બાબત ને ધ્યાનમાં લઇને ગામના આગેવાનો વડીલો દ્વારા ગામનું દબાણ વહેલી તકે દુર કરવામા આવે તેવો નિર્ણય ગ્રામસભામાં લેવામાં આવ્યો હતો