તા .૦૮ / ૦૨ / ૨૦૨૦ ના રાત્રીના ફરીયાદીની બે દીકરીઓ સગીર વયની હોવાનું જાણવા છતાં, બદકામ કરવાના ઇરાદે સગીર વયની બાળાઓને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગુન્હો કરેલ હોય,

આ ગુન્હામાં એક આરોપી અગાઉ પકડાય જતા, અઢી વર્ષથી અમરેલી જેલમાં હોય, તેમજ અન્ય બે આરોપીઓ બાપ દિકરા નાસતા ફરતા હોય,

જે અંગે નામદાર સ્પેશ્યલ પોકસો કોર્ટ રાજુલા દ્વારા આરોપીનું CRPC કલમ -૭૦ મુજબનું ફરાર પકડ વોરંટ ઇશ્યુ કરેલ.

IPC કલમ -૩૬૩ , ૩૬૬ , તથા પોકસો કલમ -૧૮ વિ . મુજબના કામે, અમરેલી જીલ્લાના લીસ્ટેડ નાસતા ફસ્તા આરોપીઓને ભોગબનનાર સાથે મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના જબલપુર ગામેથી તા .૦૫ / ૦૧ / ૨૦૨૩ ના રોજ, ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરી, આગળની ધટતી કાર્યવાહી કરવા ખાંભા પોલીસ સ્ટેશને સોપવા તજવીજ કરેલ.

પકડાયેલ આરોપી -

 ( ૧ ) વિકાસભાઇ ઉર્ફે જીણકો ભગાભાઇ પરમાર ( થાળકીયા ) ઉ.વ. આશરે -૨૧ ધંધો - મજુરી, તથા

 ( ૨ ) ભગાભાઇ ઉર્ફે ભગવાનજી કડવાભાઇ પરમાર ( થાળકીયા ) ઉ.વ .૫૫ ધંધો - મજુરી, રહે.બન્ને મોટી પાનેલી, તા . ઉપલેટા જી . રાજકોટ હાલ - જબલપુર તા.ટંકારા, જી.મોરબી,

આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષક , હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ કે.જી.મયા ( ગઢવી ) પો.સબ ઇન્સ . પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા ASI શ્યામકુમાર બગડા હેડ કોન્સ . જયપાલસિંહ ઝાલા , પો.કોન્સ . નરેશભાઇ લીંબડીયા દેવાયતભાઇ ભેડા , ફારૂક્ભાઇ પઠાણ એ રીતેના જોડાયેલ હતા .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.