*છોટાઉદેપુર: બોડેલી તાલુકાના ઉચાપાંન ડુંગરી ફળિયા માં મધ રાત્રે દીપડા એ આંતક મચાવ્યો સદ નસીબે શિકાર કરવામાં નિષ્ફળ*
"લોકો મા ભય નો માહોલ રહેણાંક વિસ્તારમાં પોતાના શિકાર માટે ધસી આવેલા દીપડા ને લઇ ગ્રામ લોકો ની માગ છે કે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવે તો દીપડો પાંજરે પુરાય તો લોકો રાહતનો શ્વાસ લે તેમ છે".
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉચાપાન ના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલા શાંતાબેન ફતેસિંહ રાઠવા અને અશોકભાઈ ગોકળ ને ત્યાં રાત્રે 2:00 વાગ્યાની આસપાસ દિપડો પોતાના શિકાર માટે ધશી આવ્યો હતો પરંતુ આજુબાજુ મા બાંધેલા પશુઓ બૂમાબૂમ કરતા દીપડો શિકાર કરે તે પહેલા લોકો જાગી ગયા હતા અને ત્યાંથી નીકળો બે વાછરડાને ગંભીર ઇજાઓ પહોંચાડી ભાગી ગયો હતો અને બોડેલી ખાતે જંગલ વિભાગના અધિકારી ને ટેલીફોનિક જાણ કરતા આર એફ ઓ અનિલ રાઠવા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પશુ દવાખાના ની ટીમ ને પણ ટેલીફોનિક જાણ કરાતા ઘટના સ્થળ દોડી આવી ઘવાયેલા વાછરડાઓને સારવાર આપી હતી.. ત્યારે દીપડો શિકાર માટે વારંવાર રહેણાંક વિસ્તારમાં ધસી આવતા લોકોમાં ભઈનો માહોલ જોવા મળ્યો હતો. તો ગ્રામજનોની એક જ માંગ છે કે દીપડાને ને પાંજરે પુરવામાં આવે તો લોકો રાહત નો શ્વાસ લે તેમ છે..