ડીસા માં દીન દહાડે ડોક્ટર ના ઘરમાં ઘૂસી લૂંટ આચરી..

ડીસા માં દીન દહાડે છરા સાથે આવેલા બે અજાણ્યા શખ્સોએ એક ડોક્ટર ના ઘરમાં ઘૂસી લૂંટ આચરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી..

ઘટના ને પગલે ડીસા ઉત્તર પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.. 

અને લૂંટ કરી ફરાર થઇ જનાર અજાણ્યા શખ્સોની તપાસ હાથ ધરી છે..

ડીસા માં ગાયત્રી મંદિર સામે ડોક્ટર તપન ગાંધી ની આકાશ ગાયનેક હોસ્પિટલ આવેલી છે..

જ્યાં નીચે તેમની હોસ્પિટલ છે અને ઉપર ના માળે તેઓ પરિવાર સાથે રહે છે..

આજે સવારે 11 વાગ્યા ની આસપાસ ડોક્ટર હોસ્પિટલ માં દર્દીઓની તપાસ કરી રહ્યા હતા..

 તે સમયે તેમની હોસ્પિટલ માં કામ કરતી મહિલાએ ઉપર ના ઘરમાં કોઈક છે, તેમ જણાવતા ડોક્ટર સ્ટાફ ના કેટલાક માણસો સાથે ઉપર ઘરે ગયા હતા..

અને દરવાજો ખુલતા જ છરા સાથે ઘરમાં ઘુસેલા અજાણ્યા બે શખ્સોએ ડોક્ટર પાસે થી બે મોબાઈલ પડાવી લીધા હતા..

તેમજ પૈસા ક્યાં છે તેવું પુછતા ડોક્ટરે બંને શખ્સોને ધક્કો મારી બૂમાબૂમ કરતા નીચે થી સ્ટાફ ના અન્ય માણસો દોડી આવ્યા હતા..

જો કે તે સમયે અજાણ્યા શખ્સોએ ડોક્ટર પાસે થી મોબાઇલ ની લૂંટ આચરી ત્યાંથી નાસી ગયા હતા..

આ સમગ્ર ઘટના અંગે ડીસા ઉત્તર પોલીસ ને જાણ કરતાં પોલીસ ની ટીમ પણ તાત્કાલિક હોસ્પિટલે આવી પહોંચી હતી..

 અને સમગ્ર ઘટના ની માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરી છે..

બ્યુરો રિપોર્ટ જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા