દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સાયન્સ એન્ડ ટેકનોલોજી ના પ્રદર્શન નું આયોજન 7મી જાન્યુઆરી 2023 ના રોજ કરવામાં આવ્યું છે
રિપોર્ટ - રાજ કાપડિયા દાહોદ/987910646
7 જાન્યુઆરી ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સાયન્સ એન્ડ ટેકનોલોજી ની પ્રદર્શની નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રેહવાના છે જે અંગેની પત્રકાર વાર્તા આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ખાતે રાખવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે આ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ એ જે પ્રદર્શની તૈયાર કરી છે તેની 45 કૃતિઓ ની વિગતવાર માહિતી આપતા QR કોડની સાથે તૈયાર કરવામાં આવી છે અને આ આખા પ્રદર્શની ની વિગતો આ QR કોડ ટેકનોલોજી સાથે જે રીતે તૈયાર કરવામાં આવી છે તેજ એક સાયન્સ અને ટેકનોલોજી નો એક અદ્યતન ઉપયોગ થયો હોવાની અનુભૂતિ કરાવે છે. અને આ પ્રદર્શની દાહોદ જીરુવાલા પ્રાથમિક શાળા ના કેમ્પસ માં યોજાનાર છે.આ કાર્યક્રમ 7 જાન્યુઆરી સવારે 9.30 સવારથી શરૂ થશે અને શનિવારે 7 જાન્યુઆરી ના રોજ જાહેર સંગીત સંધ્યા સાંજે સાત વાગ્યાથી રાખી છે. અને રવિવારે સાંજે સમાપન થશે આ કાર્યક્રમની તૈયારીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ની ઓફિસ જિલ્લા પંચાયત દાહોદ દ્વારા પુર જોશ થી કરવામાં આવી રહી છે.