અર્બન મેટ્રો, ભુજ
આગામી તા.૧૪મી જાન્યુઆરી-૨૦૨૩ના મકરસંક્રાંતીનો તહેવાર આવતો હોય, કચ્છ જિલ્લાના વિસ્તારોમાં આ તહેવાર નિમિતે કેટલાક લોકો જાહેર માર્ગો/રસ્તાઓ ઉપર પતંગ ઉડાડે છે અને કપાયેલ પતંગો અને દોરો વિગેરે મેળવવા હાથમાં લાંબા ઝંડા, વાંસ વગેરે લઇ રસ્તાઓ, ગલીઓમાં શેરીઓમાં દોડા-દોડ કરતા હોય છે. જેના કારણે ટ્રાફીકને અડચણ થાય છે. તેમજ રસ્તા ઉપર, ગલીઓમાં શેરીઓમાં ટેલીફોન/ઈલેકટ્રીકના તાર ઉપર લંગર નાંખી ભેરવયેલા પતંગ કાઢવાનો પ્રયત્નો કરે તેથી બે ઈલેકટ્રીકના વાયરો ભેગા થવાથી શોટ સર્કિટના તથા તાર તૂટી જવાની સંભાવના રહેલી છે. તેમજ પતંગ ઉડાડવા માટે ઘણાં લોકો ચાઇનીઝ દોરાથી પતંગ ઉડાડતા હોય છે. ચાઈનીઝ દોરો કોઇ વ્યકિતના શરીર પર પડે ત્યારે તે વ્યકિતના શરીરના અંગો કપાઇ જવાનો ભય રહે છે તેમજ પતંગ ઉડાડવાના દોરાના કારણે પક્ષીઓને ઈજા તથા તેના મોતના બનાવો પણ બને છે.
ઉતરાયણ/અન્ય તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખુબજ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. તુક્કલમાં હલ્કી કવોલીટીના સળગી જાય તેવા વેકસ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે તેમજ સળગતી તુક્કલ ગતે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપતિને નુકશાન થાય છે. આથી આવી બાબત નિવારવા તેમજ નામદાર હાઈકોર્ટના તા.૨૨/૧૨/૧૫ના આદેશ મુજબ અત્રેના તાબા હેઠળના વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૫/૧/૨૦૨3 સુધી ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા ઉપર હંગામી પ્રતિબંધ સી.આર.પી.સી. ની કલમ-૧૪૪ હેઠળ પ્રતિબંધિત મુકવો જરૂરી જણાય છે.
જેથી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દિલીપ રાણાએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો ૨-જો અધિનિયમ) ની કલમ-૧૪૪ અન્વયે તેમને મળેલ સતાની રૂએ તા.૫/૧/૨૦૨૩ થી તા.૨૫/૧/૨૦૨૩ સુધી કોઇપણ વ્યકિતઓએ જાહેર રસ્તાઓ ઉપર પતંગ ઉડાડવવા નહીં, હાથમાં લાંબા ઝંડા, વાંસની બંબુઓ, વાંસની પટ્ટીઓ, ધાતુનાં તારનાં લંગર કે વાંસ વગેરે લઇ કપાયેલા પતંગો તથા દોરા મેળવવા જાહેર રસ્તાઓ પર અથવા જગ્યાઓમાં દોડા-દોડી કરવા ઉપર. ટેલીફોન કે ઈલેકટ્રીકના તાર ઉપર લંગર (દોરી) નાંખવા ઉપર. જાનનું જોખમ થાય તે રીતે જાહેર રસ્તા કે પર કે ભયજનક ધાબા ઉપર, ચડીને પતંગ ઉડાડવા ઉપર, આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખુબજ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર, આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર, પ્લાસ્ટિક/સિન્થેટિક મરીટીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી/ચાઇનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટિક ચાઇનીઝ બનાવટના ચાઇનીઝ દોરા તથા આયાતી દોરાનાં જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાના ઉપયોગ કરી પતંગો ઉડાડવા ઉપર,. ચાઇનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ ઉપર/ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.