સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા લાખણી તાલુકાના ૩૨ગામોને પાણી મળી રહે તેમાટે આગથળા ગામે સંપ બનાવવામાં આવી રહ્યોં છે. ત્યારે કામગીરી દરમ્યાન જાહેર માર્ગ રોડ-રસ્તા ખોદીને પાઇપ લાઇન નખાયેલ છે. પરંતુ ખોદાયેલ રોડ-રસ્તાઓ કામ થયા બાદ રીપેર ન કરાતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.

(મેરૂજી પ્રજાપતિ)પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો પુરી કરવા ભાજપ સરકાર પ્રતિબદ્ધ છે. બ.કાં. ના લાખણી વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણી ની સમસ્યાઓ વાંરવાર સર્જાઈ રહેલ હતી ગ્રામ પંચાયત દ્વારા ચાલતા અમુક બોર બંધ થવાથી ગામમાં રહેતા લોકોએ ખેતરો માંથી ટેન્કર દ્વારા પાણી લાવવું પડતું હતું. ત્યારે સરકાર દ્વારા લાખણી તાલુકાના આગથળા ગામે સરકાર દ્વારા સંપ બનાવી લાખણી પંથક ના ૩૨ગામોને પાણી પહોંચાડાશે જેનાથી પાણી ની સમસ્યા હલ થશે.       ગામેગામ પાણી પહોંચાડવાની કામગીરી ચાલુ છે. પાણીની પાઇપ લાઈનો નખાયેલ છે. જેના કારણે અમુક જગ્યા એ રોડ રસ્તાનું ખોદકામ થઈ રહેલ છે. પણ રસ્તાઓ ખોદયા પછી રીપેર કરવાના હોય છે.ત્યારે રસ્તાઓ રીપેરન કરાતા સરકારની પ્રશ્સનીય કામગીરી ઉપર પાણી ફેરવાઈ રહ્યું છે.    પાઇપ લાઇન નાખ્યાપછી રસ્તાઓ રીપેર કરવાના હોય છે. ત્યારે ખાડા ન બુરાતા રસ્તાઓ રીપેર ન કરાતા વાહન ચાલકો મુશ્કિલ માં મુકાયેલ છે.ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા ખાડા બુરવામાં આવે અને રસ્તાને રીપેર કરી વાહન. ચાલવા લાયક બનાવાય તે ઇચ્છનીય છે.